રાષ્ટ્રપતિ પહોંચ્યા ગ્વાલિયર, કૂનો નેશનલ પાર્કની મુલાકાત લેશે
ભોપાલ, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હાલ મધ્યપ્રદેશના પ્રવાસે છે. રવિવારે જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોં
પ્રભારી મંત્રી તુલસીરામ સિલાવટે રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું


ભોપાલ, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હાલ મધ્યપ્રદેશના પ્રવાસે છે. રવિવારે જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચ્યા હતા. ગ્વાલિયર એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કના પાલપુર જશે.

આ પહેલા રાષ્ટ્રપતિ જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થયા હતા. જબલપુરના ડુમના એરપોર્ટ પર મુખ્યમંત્રી મોહન યાદવે તેમને ભાવભીની વિદાય આપી હતી. આ પ્રસંગે તેમની સાથે અન્ય જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુ, વાયુસેનાના વિમાન દ્વારા બપોરે 2.40 વાગ્યે ગ્વાલિયરના મહારાજપુરા સ્થિત વાયુસેનાના એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ હતા. ગ્વાલિયર એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને જળ સંસાધન તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી તુલસીરામ સિલાવટે રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને બાગાયત મંત્રી નારાયણ સિંહ કુશવાહ, ઉર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમર, સાંસદ ભારત સિંહ કુશવાહ અને મેયર શોભા સતીશ સિકરવારે પણ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર અધિક મુખ્ય સચિવ મનુ શ્રીવાસ્તવ, હોમગાર્ડ ડીજી પ્રજ્ઞા રિચા શ્રીવાસ્તવ, ડિવિઝનલ કમિશનર મનોજ ખત્રી, આઈજી અરવિંદ કુમાર સક્સેના, ડીઆઈજી અસિત યાદવ, કલેક્ટર રુચિકા ચૌહાણ, પોલીસ અધિક્ષક ધર્મવીર સિંહ, મ્યુનિસિપલ કમિશનર સંઘ પ્રિય અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુ અને રાજ્યપાલ પટેલ, થોડો સમય રોકાયા બાદ હેલિકોપ્ટર દ્વારા શ્યોપુર જિલ્લાના કૂનો જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કના પાલપુર જશે, જ્યાં તેઓ બોત્સ્વાનાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટેના વાડા, તેમની દેખરેખ અને પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિ વિશે માહિતી મેળવશે. રાષ્ટ્રપતિ મુર્મુ કૂનો નેશનલ પાર્કમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સોમવાર, 22 જૂને ચિત્તા સફારી કરશે, તેમજ ચિત્તા મિત્રો, ચિત્તા મોનિટરિંગ ટીમના સભ્યો અને કૂનોના ગાઇડ્સ સાથે પણ મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ મુર્મુ, કૂનોની મુલાકાત બાદ 22 જૂને સવારે 10.40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરના મહારાજપુરા એરપોર્ટ પર આવશે. થોડો સમય રોકાયા બાદ તેઓ વાયુસેનાના વિમાન દ્વારા નવી દિલ્હી જવા રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande