

- પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ, 21 જૂન (હિ.સ.) : આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઉપસ્થિત સૌ નાગરિકો સામુહિક યોગાભ્યાસમાં જોડાયા હતા જ્યાં તેઓએ વિવિધ પ્રકારના યોગાસનો કર્યા હતા અને શરીર તથા મનની હળવાશનો અનુભવ કર્યો હતો.
વિશ્વ યોગ દિનની આ ઉજવણીમાં શહેરના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ