પોરબંદરમાં એક્ટિવામાં આગ લાગતા બળીને ખાખ.
પોરબંદર, 24 જૂન (હિ.સ.)પોરબંદરના યુગાન્ડા રોડ પર આજ બપોરના સમયે એક એક્ટિવામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક્ટિવામાં પેટ્રોલ ખૂટી જતાં રાજ પાંજરી સહિતના બે યુવાનો વાહનને ચાલીને લઈ જઈ રહ્યા
પોરબંદરમાં એક્ટિવામાં આગ લાગતા બળીને ખાખ.


પોરબંદર, 24 જૂન (હિ.સ.)પોરબંદરના યુગાન્ડા રોડ પર આજ બપોરના સમયે એક એક્ટિવામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક્ટિવામાં પેટ્રોલ ખૂટી જતાં રાજ પાંજરી સહિતના બે યુવાનો વાહનને ચાલીને લઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન કોઈ કારણસર એક્ટિવામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની તીવ્રતા વધુ હોવાથી એક્ટિવા સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું ની. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને માર્ગ પરથી પસાર થતા લોકોમાં પણ ભારે કૌતુક સર્જાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande