ગિફ્ટ સિટીમાં મળશે સસ્તો વિદેશી દારૂ સસ્તો, માત્ર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ લાગુ
ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : ગાંધીના ગુજરાતમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં મળશે સસ્તો વિદેશી દારૂ સસ્તો.ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક વ્યાપાર અને રોકાણના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણ
Gift City,


ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : ગાંધીના ગુજરાતમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં મળશે સસ્તો વિદેશી દારૂ સસ્તો.ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક વ્યાપાર અને રોકાણના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં વિભાગે 23 જૂન, 2026ના રોજ એક નવી સૂચના જાહેર કરીને ગિફ્ટ સિટીમાં મંજૂર કરાયેલી વાઇન-એન્ડ-ડાઇન સુવિધા હેઠળ પીરસવામાં આવતા વિદેશી દારૂ પર લાગતા વેટમાં આંશિક રાહત જાહેર કરી છે.

આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ, વિદેશી રોકાણકારો અને પ્રોફેશનલ્સને સીધો લાભ મળશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના આર્થિક અને ગ્લોબલ હબ ગણાતા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નાણાં વિભાગ દ્વારા 23 જૂન, 2026ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરના VATમાં આંશિક મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003ની કલમ 5ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ સુધારો અમલી બનાવ્યો છે.નવા જાહેરનામા અનુસાર, જે ટેક્સની રકમ 25%) કરતાં વધુ થતી હશે તે મર્યાદા સુધી જ વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

આ મુક્તિનો લાભ માત્ર એવા જ અધિકૃત ડીલરોને મળશે જેમની પાસે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર માન્ય ‘F.L. III લાયસન્સ’ ઉપલબ્ધ હોય. આ વેરા મુક્તિ માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીના માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ફેસિલીટી મંજૂર કરાયેલા વિસ્તારોની અંદર ગ્રાહકોને પીરસવામાં આવતા વિદેશી દારૂના વપરાશ પર જ લાગુ પડશે.

સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં આવતા આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનો અને રોકાણકારો માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande