
ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) 'પ્રગતિનો પ્રવેશોત્સવ' એટલે શાળા પ્રવેશોત્સવ અને 'કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬' અંતર્ગત વેરાવળની અંકુર સૌરભ હાઈસ્કૂલમાં ધોરણ- ૯ અને ધોરણ- ૧૧માં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
વેરાવળની અંકુર સૌરભ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯માં ૨૪ કુમાર અને ૧૮ કન્યા એમ કુલ ૪૨ બાળકોનો શાળાપ્રવેશ, ધોરણ ૧૧માં ૩૭ કુમાર અને ૧૫ કન્યા એમ કુલ ૫૨ બાળકોનો શાળાપ્રવેશ અને ૧ કુમાર અને ૪ કન્યાનો પુન: પ્રવેશ કરાવ્યો હતો.
જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવને વિદ્યાર્થીઓને ઉપયોગી સામગ્રીયુક્ત શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ અપાવ્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તાલુકાના પદાધિકારીઓ સહિત વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ