
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીએ ટેલિફોન કરીને 21 જૂને કતરના રસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં થયેલી દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.
પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ, કતરના અમીરનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય ઉપલબ્ધ કરાવવા બદલ તેમની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ પોતાના નાગરિકોના કલ્યાણ અને સુરક્ષાની ખાતરી કરવા માટેની પ્રતિબદ્ધતાને પુનઃદોહરાવી હતી અને એકબીજા પ્રત્યેના સહયોગ તથા એકતાની ભાવનાને ફરી વ્યક્ત કરી હતી.
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ શાંતિ સ્થાપનાના પ્રયાસોમાં કતરના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આ પ્રયાસોથી પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા સ્થાપિત થશે.
બંને નેતાઓએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવાની પોતાની પ્રતિબદ્ધતા પણ પુનઃદોહરાવી હતી. ઉપરાંત, તેઓ નિયમિત સંપર્કમાં રહેવા માટે પણ સંમત થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ