કડીમાં દારૂના જથ્થા પર પોલીસનો દરોડો: ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : કડી પોલીસને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે વધુ એક મહત્વની સફળતા મળી છે. કડીની રામેશ્વર સોસાયટી વિસ્તારમાં એક મકાન અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સહિત કુલ ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
કડીમાં દારૂના જથ્થા પર પોલીસનો દરોડો: ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 24 જૂન (હિ.સ.) : કડી પોલીસને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે વધુ એક મહત્વની સફળતા મળી છે. કડીની રામેશ્વર સોસાયટી વિસ્તારમાં એક મકાન અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સહિત કુલ ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઝાલા વિશાલસિંહ ઉર્ફે વિરમસિંહ ધમેન્દ્રસિંહના મકાન નં. 94 તેમજ સિલ્વર કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર GJ27AH9370)ની તલાશી લેવામાં આવી હતી.

દરોડા દરમિયાન મકાન અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ 1313 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,21,102 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ₹5 લાખ કિંમતની ક્રેટા કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ કુલ ₹8,21,102નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

આ મામલે ઝાલા વિશાલસિંહ ઉર્ફે વિરમસિંહ ધમેન્દ્રસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપી વોન્ટેડ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ કામગીરીમાં પી.આઈ. એ.એસ. રબારી, પી.એસ.આઈ. આર.આર. પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande