રાતીય ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત.
પોરબંદર, 24 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના બેરોડ નજીક નેશનલ હાઈવે રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ફરિયાદ મુજબ, ભાવેશ લાખાભાઈ મોકરીયા પોતાની મોટરસાયકલલઈને પોરબંદર તરફ જઈ રહ્યા હતા. દર
રાતીય ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત.


પોરબંદર, 24 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના બેરોડ નજીક નેશનલ હાઈવે રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

ફરિયાદ મુજબ, ભાવેશ લાખાભાઈ મોકરીયા પોતાની મોટરસાયકલલઈને પોરબંદર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બેરોડ નજીક હાઈવે રોડ પર પહોંચતા બળેજ ગામ તરફથી આવતી મોટરસાયકલ ના ચાલક બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવી ભાવેશભાઈની મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે ભાવેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે છોલાણ જેવી ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ અંગે મૃતકના પિતા લાખાભાઈ રાણાભાઈ મોકરીયા જી.પોરબંદર ની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande