ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ
ભરૂચ, 25 જૂન (હિ.સ.) : ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વ
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ હતી.


ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ હતી.


ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ હતી.


ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ હતી.


ભરૂચ, 25 જૂન (હિ.સ.) : ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં અવ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કટોકટીના કાળાદિવસ અંગે ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભવોએ જિલ્લાના આગેવાનો, હોદેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોને કટોકટીના સમયગાળામાં લોકશાહીના ઘોટાયેલા ગળા અંગે વિસ્તારમાં માહિતી આપી હત તે સમયે દેશ માટે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા ભારતીય જનસંઘ – આજની ભાજપે કર્યો હતો. જે અંગે જાણકારી આપવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાના ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરાવવાનો હતો, તેમ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું. જેથી લોકશાહીની મૂલ્યવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવો અંધકારમય સમય ના આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande