અંબિકા તાલુકાની ચાર શાળાઓના બાળકોને પ્રવેશ કરાવતા સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણી
સુરત, 25 જૂન (હિ.સ.): સુરત જિલ્લાના અંબિકા તાલુકાના તરકાણી, દાઉતપોર, કુમકોતર તથા જામલપાડા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી, બાલવાટિકા તથા ધો.1ના
Surat


સુરત, 25 જૂન (હિ.સ.): સુરત જિલ્લાના અંબિકા તાલુકાના તરકાણી, દાઉતપોર, કુમકોતર તથા જામલપાડા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી, બાલવાટિકા તથા ધો.1ના બાળકોને કુંમકુંમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

પશુપાલન અધિકારીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે નિયમિત અભ્યાસ, પરિશ્રમ અને શિસ્તને જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે સૌ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરીને ગામ, સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવાનો અનુરોધ કર્યો હતો. અધિકારી ની સલાહ સંભાળીને બાળકો મંત્રમુગ્ધ થયા હતા સલાહ મુજબ વર્તવા માટે આશ્વાશન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande