
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે જિલ્લાભરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવો રહી છે.
પ્રવેશોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ તાલાલાના સેમળિયા અને રાયડી ગામની પ્રાથમિક શાળામાં તેમજ વેરાવળની કોડીદ્રા ગામની શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ના બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
કલેક્ટરએ નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ભવ્ય સ્વાગત કરી શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
વેરાવળ તાલુકાના કોડીદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે બાલ વાટીકા તથા ધોરણ- માં કુલ ૬૯ બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
કલેક્ટરએ શાળામાં નવો પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આવકારી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કલેક્ટરએ સમગ્ર શાળા કેમ્પસ અને પી.એમ. પોષણ કેન્દ્રની મુલાકાત લઈ સ્વચ્છતા તથા વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ