બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ ન.પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા-બમરોલીના બાળકોને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
સુરત, 25 જૂન (હિ.સ.): રાજ્યભરમાં તા.23 થી 25 જૂન દરમિયાન ત્રિદિવસીય ''શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'' અંતર્ગત બારોડલી વિધાનસભામાં સમાવિષ્ટ (માંગરોલિયા- અકોટી- રાયમ) માં આવેલી ધ વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ,આર્દશ મિશ્ર શાળા વરાડમાં આયોજિત
Surat


સુરત, 25 જૂન (હિ.સ.): રાજ્યભરમાં તા.23 થી 25 જૂન દરમિયાન ત્રિદિવસીય 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' અંતર્ગત બારોડલી વિધાનસભામાં સમાવિષ્ટ (માંગરોલિયા- અકોટી- રાયમ) માં આવેલી ધ વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ,આર્દશ મિશ્ર શાળા વરાડમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે નામાંકન કરાવી, શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન મેળવે એવો છે. આ ઉમદા પહેલના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે સૌએ દીકરીઓને શિક્ષણની સમાન તથા પૂરતી તકો મળે એ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે ધારાસભ્ય સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા, માર્ગ અકસ્માતો નિવારવા માટે સજાગ રહેવા તથા જવાબદાર નાગરિક તરીકે ફરજો નિભાવવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande