ઓલપાડની સ્યાદલા પ્રા.શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધો.1માં ભૂલકાઓને મંગળ પ્રવેશ કરાવતા સાંસદ મુકેશભાઈ દલાલ
સુરત, 25 જૂન (હિ.સ.): રાજ્યભરમાં બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષણ પ્રવાહમાં લાવવા તેમજ ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપતા ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ’ના ત્રીજા અને અંતિમ દિવસે સુરતના ઓલપાડ તાલુકાની સ્યાદલા પ્રા.શાળા ખાતે
ઓલપાડની સ્યાદલા પ્રા.શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધો.1માં ભૂલકાઓને મંગળ પ્રવેશ કરાવતા સાંસદ મુકેશભાઈ દલાલ


સુરત, 25 જૂન (હિ.સ.): રાજ્યભરમાં બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષણ પ્રવાહમાં લાવવા તેમજ ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપતા ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ’ના ત્રીજા અને અંતિમ દિવસે સુરતના ઓલપાડ તાલુકાની સ્યાદલા પ્રા.શાળા ખાતે સાંસદ મુકેશભાઈ દલાલે આંગણવાડીના 2, બાલવાટિકાના 11 અને ધો.1માં 1 બાળકને મંગળ પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે સાંસદએ વાલીઓને સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શાળા મોકલવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરાવવા પ્રોત્સાહન અપાયું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દ્વારા શરુ કરાયેલો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ’ શિક્ષણથી સમૃદ્ધિના દ્વાર ખોલતો શિક્ષણનો મહાપર્વ છે. તેમણે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ પારખી તેઓ માટે સાચા માર્ગદર્શક બનવા હાકલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય બ્રિજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય કિરીટભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, બીઆરસી કો.ઓર્ડીનેટર બ્રિજેશ પટેલ, સામાજિક અગ્રણી ગિરીશભાઈ સુરતી, આકાશભાઇ, ચેતનભાઈ કંથારીયા, સીઆરસી, દાતાઓ તેમજ શાળાના આચાર્યો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હજાર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande