
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (એફએસએસએઆઈ) એ, ગ્રાહકની ફરિયાદના આધારે એસએજે ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ ફટકારી છે. આ ફરિયાદ કંપનીના ઈટ ફિટ ડાયજેસ્ટિવ બિસ્કિટ પર કરવામાં આવેલા કથિત ભ્રામક દાવાઓ અંગે નોંધાવવામાં આવી હતી. એફએસએસએઆઈ એ, કંપનીને 7 દિવસની અંદર નોટિસનો જવાબ આપીને સ્પષ્ટીકરણ આપવાનો નિર્દેશ કર્યો છે.
એફએસએસએઆઈ એ જારી કરેલી નોટિસમાં જણાવ્યું છે કે, બિસ્કિટ કંપનીએ તેની પ્રોડક્ટ અંગે દાવો કર્યો હતો કે તેમાં ખાંડ નથી, જ્યારે તેમાં સોલિડ ગ્લુકોઝ સિરપ અને માલ્ટોડેક્સટ્રિન હાજર છે. આ સાથે કંપનીએ તેમાં 100 ટકા લોટ હોવાનો દાવો કર્યો છે, જ્યારે તેમાં માત્ર 72 ટકા જ લોટ છે.
સત્તામંડળે જણાવ્યું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને કંપનીના જવાબના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ