વિજાપુર તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, 130 બુથ પર બાળકોને અપાશે રસી
મહેસાણા, 28 જૂન (હિ.સ.) વિજાપુર તાલુકામાં 28 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન દરમિયાન તાલુકાના 0થી 5 વર્ષના તમામ બાળકો સુધી પહોંચી તેમને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અભિયાનના ભાગ
વિજાપુર તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, 130 બુથ પર બાળકોને અપાશે રસી


મહેસાણા, 28 જૂન (હિ.સ.) વિજાપુર તાલુકામાં 28 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન દરમિયાન તાલુકાના 0થી 5 વર્ષના તમામ બાળકો સુધી પહોંચી તેમને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અભિયાનના ભાગરૂપે આગલોડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમારના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, વિજાપુર તાલુકામાં અભિયાનને સફળ બનાવવા માટે 130 પોલિયો બુથ, 2 ટ્રાન્ઝિટ બુથ અને 9 મોબાઈલ ટીમો કાર્યરત રહેશે. આ ટીમો દ્વારા બુથ ઉપરાંત જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ અને ઘરેઘરે જઈ બાળકોને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે, તેઓ પોતાના 0થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોની રસી અચૂક પીવડાવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલિયો સામેનું રક્ષણ માત્ર સમયસર રસીકરણથી જ શક્ય છે. દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે વાલીઓ અને સમાજના સહયોગની જરૂર છે. બાળ લકવા નાબૂદીના રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકે સક્રિય સહભાગી બનવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande