
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેશેલ્સ સરકાર દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન' એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ સંદેશમાં લોકો, સરકાર અને સેશેલ્સના રાષ્ટ્રપતિ હર્મિની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું આ સન્માન નમ્રતાથી સ્વીકારું છું અને તે તમામ દેશોને સમર્પિત કરું છું, જેઓ જલવાયુ પરિવર્તનના પડકાર સામે લડી રહ્યા છે અને આવનારી પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરવાની તેમની જવાબદારી માને છે. આ એક ગંભીર પડકાર છે. જેનો આપણે સાથે મળીને સામનો કરવો પડશે. પોતાની તરફથી ભારત, આપણા ગ્રહને હરિયાળો અને વધુ ટકાઉ બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ આપણી વિવિધ સ્થાનિક નીતિઓ, 'મિશન લાઇફ' પર ભાર અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વૈશ્વિક પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/શ્રદ્ધા દ્વિવેદી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ