ઉનાના કાજરડી ગામની દિકરી ભારતીય નેવીમાં બની અગ્નિવીર: ખેડૂત પિતાનો સંઘર્ષ ૫૮ વર્ષે પણ પિતા મેરેથોનના ચેમ્પિયનઃ બીજી પુત્રી કરી રહી છે આર્મીની તૈયારી
ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ ઘણા લોકો સંતાનો માટે સંપત્તિ છોડી જાય છે, પરંતુ કેટલાક માતા-પિતા એવા પણ હોય છે, જે સંતાનોને સંસ્કાર, શિક્ષણ અને દેશપ્રેમની એવી મૂડી આપે છે કે, પેઢીઓ સુધી સમાજ તેમને યાદ રાખે. ગીર સોમનાથ જિલ્લાના કાજરડી ગામના ખે
ઉનાના કાજરડી ગામની દિકરી ભારતીય નેવીમાં બની અગ્નિવીર


ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ ઘણા લોકો સંતાનો માટે સંપત્તિ છોડી જાય છે, પરંતુ કેટલાક માતા-પિતા એવા પણ હોય છે, જે સંતાનોને સંસ્કાર, શિક્ષણ અને દેશપ્રેમની એવી મૂડી આપે છે કે, પેઢીઓ સુધી સમાજ તેમને યાદ રાખે. ગીર સોમનાથ જિલ્લાના કાજરડી ગામના ખેડૂત રાઠોડ બીજલભાઈ રામભાઈ એવી જ એક જીવંત પ્રેરણા છે.

માત્ર છ વિઘા જમીન, ખેતી અને મજૂરીથી ચાલતું ઘર, આર્થિક સંકડામણ અને સંતાનોની જવાબારી છતાં જીવન સામે હાર માનવાને બદલે, બીજલભાઈએ સંઘર્ષ ને જ પોતાની તાકાત બનાવી. પોતે ટી.વાય. બી.એડ. સુધી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ પોતાના દરેક સંતાનને શિક્ષણ અને દેશસેવાના માર્ગે આગળધપાવવા નું જીવનધ્યેય બનાવ્યું.

એક સમય હતો, જ્યારે કાજરડી ગામ દારૂ અને નશાના દુષણો માટે ઓળખાતું હતું. પરંતુ આજે એ જ ગામ શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્રપ્રેમનીનવીઓળખબનાવી રહ્યું છે. આ પરિવર્તનમાં બીજલભાઈ જેવા જાગૃત પરિવારોનો સૌથી મોટો ફાળો રહ્યો છે. બીજ લભાઈ એ પોતાના સંતાનોને માત્ર પુસ્તકોનું જ જ્ઞાન આપ્યું નહીં, પરંતુ રાષ્ટ્રવજ. પ્રત્યેનું સન્માન, દેશ માટે જીવવાની ભાવના અને મહેનતથી સપના સાકાર કરવાની પ્રેરણા પણ આપી.

તેનું સૌથી સુંદર પરિણામ ત્યારે સામે આવ્યું જ્યારે તેમની પુત્રી કિરણબેન બીજલભાઈ રાઠોડ વર્ષ ૨૦૨૨માં ભારતીય નેવીમાં અગ્નિવીર તરીકે પસંદગી પામી. કાજરડી ગામની જ નહીં, સમગ્ર ઉના તાલુકા અને કોળી સમાજની પ્રથમ દીકરી તરીકે તેમણે દેશ સેવાનું ગૌરવ ૫૮ વર્ષની ઉંમરે પણ પિતા સતત મેરેથોનમાં વિજેતા.

કાજરડીના ખેડૂત બીજલભાઈ રાઠોડે સાબિત કરી દીધું છે કે, સંઘર્ષ જ્યારે સંસ્કાર સાથે જોડાય છે, ત્યારે એક સામાન્ય ઘર પણ દેશ માટે અસાધારણ સંતાનો ઘડી શકે છે. આ પરિવાર આજે માત્ર કોળી સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર ગીર સોમનાથ અને ગુજરાતનું ગૌરવ બની ગયો છે.૫૮ વર્ષિય ઉંમરે પોહોચી ગયેલાં બીજલ ભાઈ રાઠોડ, આજે પણ દેશભરમાં યોજાતી મેરેથોન મા પોતાનું કૌવત અને કૌશલ્ય બતાવવા ભાગ લેવા જતાં હોય છે. ખેતિ ની જવાબદારી પોતાની પત્નિ સંભાળી કુટુંબ ની જવાબદારી નિભાવી રહ્યા છે

મેળવ્યું. હાલમાં તેઓ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળમાં ફરજ બજાવી રહ્યા છે.

તાજેતરમાં દેશના સંરક્ષણ મંત્રી રાજ નાથસિંહ સાથે યોજાયેલા કાર્યક્રમમાં કિરણબેને ભાગ લીધો અને સંવાદ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. દેશના સર્વોચ્ચ રક્ષણ નેતૃત્વ સમક્ષ કાજરડીની દીકરીની હાજરી સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની.

બીજી તરફ પરિવારના અન્ય સંતાનો પણ સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. એક પુત્રી ઉચ્ચ અભ્યાસ સાથે ભારતીય સેનામાં

જોડાવા માટે તૈયારી કરી રહી છે, જ્યારે પુત્ર દિવ્યેશ બી.એસ.સી. પૂર્ણ કરીને પોતાના લક્ષ્ય લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

બીજલભાઈ માત્ર પ્રેરણાદાયી પિતા જ નહીં, પરંતુ શ્રેષ્ઠ રમતવીર પણ છે. ૫૪ વર્ષની ઉંમરે પણ તેઓ સતત ચોથી વખત ૮ કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ આવ્યા છે. વર્ષ ૧૯૯૦થી રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કક્ષાની દોડ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિતુ કરનાર બીજલભાઈ આજે પણ યુવાનોને તંદુરસ્તી અને શિસ્તને સંદેશ આપી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande