પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજીની મુદતમાં વધારો
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ 2.0 પર વિવિધ ઘટકો માટે 20 મે 2026 થી 09 જુલાઇ 2026 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જિલ્લાના ખેડુતો મહત્તમ અરજી કરી લાભ મેળવી શકે તે હેતુથી તેની સમય મર્યાદા લંબાવવા
પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજીની મુદતમાં વધારો


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ 2.0 પર વિવિધ ઘટકો માટે 20 મે 2026 થી 09 જુલાઇ 2026 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જિલ્લાના ખેડુતો મહત્તમ અરજી કરી લાભ મેળવી શકે તે હેતુથી તેની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.હવે ખેડૂતો માટે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવતેર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અને ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ એમ આ બે ઘટકો માટે ઓનલાઈન પોર્ટલ 24 જુલાઇ 2026 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

નવી અરજી કરતાં પહેલા ખેડૂતોએ નવીન આઇ ખેડુત પોર્ટલ-2.0માં નોંધણી કરવી ફરજિયાત છે, ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધિનક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી,પોરબંદર, પ્રથમ માળ, રૂમ, રૂમનં.20, જીલ્લા સેવા સદન-2, સાંદિપની રોડ, પોરબંદર ખાતે જમાં કરાવવાના થશે. વધુમાં નવીન આઇ ખેડુત પોર્ટલ-2.0માં નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજીયાત કરવાનું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande