એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રી કામગીરીની જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત આગામી ખરીફ ઋતુ દરમિયાન હાથ ધરાનાર ડિજિટલ ક્રોપ સર્વે તથા ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રી કામગીરીની જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ


નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત આગામી ખરીફ ઋતુ દરમિયાન હાથ ધરાનાર ડિજિટલ ક્રોપ સર્વે તથા ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સંબંધિત અધિકારી દ્વારા જણાવાયું હતું કે આગામી 16 ઓગસ્ટ થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન નવસારી જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં આવેલા ખેતીલાયક સર્વે નંબરોનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેનો મુખ્ય હેતુ ખરીફ ઋતુ દરમિયાન થયેલા પાકના વાવેતર વિસ્તારની સચોટ અને ડિજિટલ માહિતી તૈયાર કરવાનો છે.

સર્વે દરમિયાન અધિકૃત સર્વેયરો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ખેતરની મુલાકાત લઈ પાકનું નામ, વાવેતર વિસ્તાર તેમજ અન્ય જરૂરી વિગતો જીઓ-ટેગિંગ ફોટા સાથે નોંધશે. આ માહિતીના આધારે સરકારને પાક વિસ્તારના ચોક્કસ આંકડા ઉપલબ્ધ થશે, જેના પરિણામે કૃષિ આયોજન વધુ અસરકારક બનશે તેમજ વિવિધ ખેડૂતલક્ષી સહાયકારી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા અને સરળતા સુનિશ્ચિત થશે. ખેડૂતો પણ સ્વયં નોંધણી (Self Registration) દ્વારા ડિજિટલ ક્રોપ સર્વેમાં સહભાગી બની શકશે.

બેઠકમાં વધુમાં જણાવાયું હતું કે ભવિષ્યમાં વિવિધ કૃષિ સહાયકારી યોજનાઓનો લાભ ફાર્મર આઈડીના આધારે આપવામાં આવનાર હોવાથી જે ખેડૂતોનું ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન બાકી હોય તેમણે તાત્કાલિક નોંધણી કરાવવી. ઉપરાંત, જેમણે ફાર્મર આઈડીમાં માત્ર એક જ સર્વે નંબર નોંધાવ્યો હોય તેમણે પોતાના નામે રહેલા તમામ સર્વે નંબરો તથા જમીનની વિગતો ફાર્મર આઈડીમાં ઉમેરવાની કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવાની રહેશે.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી સમયમર્યાદામાં, ગુણવત્તાસભર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને સંકલનપૂર્વક કામગીરી કરવાની સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી , અધિક નિવાસી કલેકટર જે .એન.લીખીયા , તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્તિથ રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande