પોરબંદર ભાજપ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી અને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મંગળવારે પોરબંદરમાં નિઃશુલ્ક સુપર મેગા આંખ નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ નંબર-66 હેઠળ યોજાયેલા આ
પોરબંદર ભાજપ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

પોરબંદર ભાજપ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

પોરબંદર ભાજપ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

પોરબંદર ભાજપ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી અને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મંગળવારે પોરબંદરમાં નિઃશુલ્ક સુપર મેગા આંખ નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ નંબર-66 હેઠળ યોજાયેલા આ સેવા કાર્યમાં કુલ 96 લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ બાદ 62 દર્દીઓને નેત્રમણી (મોતિયાબિંદ) ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

કેમ્પમાં તમામ દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ઓડેદરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગીગન બોખીરીયા, અરજણ ભુતિયા, દિલીપ ઓડેદરા, અનિલ મોતીવરસ, ભીખુ ગોસ્વામી સહિતના આગેવાનોએ પણ કેમ્પમાં હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande