કાઠિયાવાડી અશ્વ કેન્દ્રમાં નવા અશ્વની નિમણૂકમાં વિલંબથી ઉછેરકારોમાં રોષ.
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર ખાતે પશુપાલન વિભાગના પશુ દવાખાના ખાતે કાર્યરત કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રમાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવા અશ્વની નિમણૂક માટે પોરબંદર કાઠિયાવાડી અશ્વ ઉછેર સોસાયટી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. સોસાયટીના જણાવ્યા
કાઠિયાવાડી અશ્વ કેન્દ્રમાં નવા અશ્વની નિમણૂકમાં વિલંબથી ઉછેરકારોમાં રોષ.


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર ખાતે પશુપાલન વિભાગના પશુ દવાખાના ખાતે કાર્યરત કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રમાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવા અશ્વની નિમણૂક માટે પોરબંદર કાઠિયાવાડી અશ્વ ઉછેર સોસાયટી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

સોસાયટીના જણાવ્યા મુજબ રાજકોટના નાયબ પશુપાલન અધિકારી ભરતસિંહ ગોહિલે નવા અશ્વ ‘ચંગેઝ’ની નિમણૂકને મંજૂરી આપી ગયા મહિને ઓર્ડર પણ કર્યો હતો.સોસાયટીએ આક્ષેપ કર્યો છે કે મંજૂરી મળ્યા બાદ પણ પોરબંદર ખાતે ફરજ બજાવતા વેટરનરી અધિકારી ડૉ. રાતીયા દ્વારા છેલ્લા એક મહિનાથી વિવિધ કારણો દર્શાવી નવા અશ્વને પોરબંદર લાવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બરડા અને ઘેડ વિસ્તારના કાઠિયાવાડી અશ્વ ઉછેરકારોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું જણાવાયું છે.

વધુમાં સોસાયટીનો આક્ષેપ છે કે રાજકોટ પશુપાલન વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સ્થિતિને કારણે પોરબંદરનું કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર અસરગ્રસ્ત બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.સોસાયટીએ પોરબંદર અને કુતિયાણાના ધારાસભ્યોને ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ સમક્ષ રજૂઆત કરી નવા અશ્વ ‘ચંગેઝ’ને તાત્કાલિક પોરબંદર કેન્દ્ર ખાતે મુકવાની તેમજ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande