જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભના આયોજન સંદર્ભે આયોજન બેઠક યોજાઈ
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આ
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભના આયોજન સંદર્ભે આયોજન બેઠક યોજાઈ


નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલા મહાકુંભના સફળ આયોજન, વધુમાં વધુ કલાકારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

કલા મહાકુંભના માધ્યમથી તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષા સુધી કલાકારોને પોતાની કલાપ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક ઉપલબ્ધ બનશે. આ માટે 5 ઓગસ્ટ સુધી ઓફલાઈન નોંધણી કરવામાં આવશે. કલા મહાકુંભમાં કુલ 6 વિભાગ હેઠળ 37 સ્પર્ધાઓ યોજાનાર છે. જેમાં સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગનો સમાવેશ થાય છે. સ્પર્ધક પોતાના વયજૂથ મુજબની ગમે તે એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સ્પર્ધાઓ માટે વયજૂથમાં 6 થી 14 વર્ષ , 15 થી 20 વર્ષ , 21 થી 59 વર્ષ તથા 60 વર્ષથી વધુ નો સમાવેશ કરવામાં આવ્યો છે. દર્શાવેલ તારીખો તથા તેની વચ્ચે જન્મેલા સ્પર્ધકો ભાગ લેવા પાત્ર રહેશે. 60 વર્ષથી વધુ વયજૂથની સ્પર્ધાઓ માત્ર રાજ્યકક્ષાએ યોજાશે અને તેઓ વ્યક્તિગત કૃતિઓમાં જ ભાગ લઈ શકશે

સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા અને દુહા-છંદ-ચોપાઈ, કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કલા, નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડિસી અને મોહિનીઅટ્ટમ, ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગાન અને લોકગીત/ભજન, વાદન વિભાગમાં હાર્મોનિયમ, તબલા, ઓર્ગન, સ્કૂલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલિન, મૃદંગમ, રાવણહથ્થો અને જોડિયાપાવાતેમજ અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય અને ભવાઈ જેવી સ્પર્ધાઓ યોજાશે.

કલા મહાકુંભની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ 10 થી 25 ઓગસ્ટ, જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ 26 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર, પ્રદેશકક્ષાની સ્પર્ધાઓ 15 થી 29 સપ્ટેમ્બર તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓ 10 થી 15 ઓક્ટોબરદરમિયાન યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ઝોન-1 અને ઝોન-2 એમ બે ઝોનવાર તાલુકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.મહાનગરપાલિકા વિસ્તારના સ્પર્ધકોએ પોતાના સંબંધિત ઝોનમાં ભાગ લેવાનો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande