પાટણમાં ખોડિયાર માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી
પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના મોતીશ દરવાજા બહાર આવેલા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી બીજ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માતાજીની ભવ્ય પાલખી યાત્રા બેન્ડવાજા અને ઘોડેસવારો સાથે શહેરના મુખ્ય મ
પાટણમાં ખોડિયાર માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી


પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના મોતીશ દરવાજા બહાર આવેલા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી બીજ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માતાજીની ભવ્ય પાલખી યાત્રા બેન્ડવાજા અને ઘોડેસવારો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

પાલખીમાં માતાજીને પધરાવવાના યજમાન તરીકે પ્રકાશભાઈ હીરાલાલ પટેલ પરિવારે સેવા આપી હતી. જ્યારે પાલખી ઉપાડવાનો લાભ રમેશભાઈ ભગવાનભાઈ પટેલ અને સ્મિત દેવચંદભાઈ પટેલ પરિવારે લીધો હતો.

પાલખી યાત્રા નીજ મંદિરે પરત ફર્યા બાદ મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી હવન યોજાયો હતો. મુખ્ય યજમાન તરીકે અલકેશ મનુભાઈ પટેલ પરિવારે ભાગ લીધો હતો. વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

અષાઢી બીજ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ પાટણ જિલ્લા અને શ્રી સરદાર યુથ ફાઉન્ડેશન દ્વારા ઝીણી પોળ ચોક ખાતે માતાજીના ભક્તો માટે આમ પન્નાના શરબતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande