
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)પોરબંદર નજીકના રીણાવાડા ગામ પાસે વિન્ડફાર્મમાં ઇન્સ્પેક્શનનું કામ કરતા સમયે અચાનક લિફ્ટ નીચે પટકાતા 23 વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મોત થયું હતું.યુવાનના મોત ને લઈ ને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પોરબંદરના બગવદર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રીણાવાડા ગામ નજીક વિન્ડફાર્મમાં ઇન્સ્પેક્શનનું કામ કરતા સમયે અચાનક લિફ્ટ નીચે પટકાતા અકસ્માતે યુવાનનું મોત થયું હોવાની ઘટના બની છે. પોલીસના જણાવ્યા મુજબ 23 વર્ષીય સંદીપકુમાર મનોજ મહતો પવનચક્કીમાં ઇન્સ્પેક્શનનું કામ કરી રહ્યો હતો તે દરમ્યાન લિફ્ટ અચાનક ઝડપથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને બગવદર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya