વી. જે . મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો.
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)વી. જે. મદ્રેસા બોયઝ હાઈ સ્કૂલ, પોરબંદર ખાતે વિદ્યાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદર શહેર મહિલા પોલીસ સ્ટેશનના
વી. જે . મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો.


વી. જે . મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો.


વી. જે . મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)વી. જે. મદ્રેસા બોયઝ હાઈ સ્કૂલ, પોરબંદર ખાતે વિદ્યાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદર શહેર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રામભાઈ આહિર, પીએસઆઈ કુલસુમબેન સૈયદ તથા 181 મહિલા હેલ્પલાઇનની ટીમ ઉપસ્થિત રહી હતી.સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ, ઓનલાઈન ગેમિંગના જોખમો, ઓટીપી અને પાસવર્ડની ગોપનીયતા, બેંકિંગ ફ્રોડ, નકલી વેબસાઇટો, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગ તેમજ ઓનલાઈન છેતરપિંડીથી બચવાના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.181 મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલા અને બાળકોની સુરક્ષા, કટોકટીની પરિસ્થિતિમાં 181 હેલ્પલાઇન દ્વારા ઉપલબ્ધ સેવાઓ અને સહાય મેળવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી હતી. શાળાના આચાર્ય ઈસ્માઈલ મુલતાનીએ જણાવ્યું હતું કેવિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે ડિજિટલ સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે સજાગ અને જવાબદાર નાગરિક બનવામાં મદદરૂપ બને છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ પોતાની જિજ્ઞાસાઓનું નિરાકરણ મેળવ્યું હતું. અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande