પાટણ જિલ્લાના ધારણોજમાં શ્રી જહુ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવથી ઉજવાયો.
પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના ધારણોજ ગામે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી જહુ માતાજીના મંદિરે અષાઢ સુદ બીજના પાવન પર્વે માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મંદિરને ધ્વજા-પતાકા અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી
પાટણ જિલ્લાના ધારણોજમાં શ્રી જહુ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવથી ઉજવાયો


પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના ધારણોજ ગામે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી જહુ માતાજીના મંદિરે અષાઢ સુદ બીજના પાવન પર્વે માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મંદિરને ધ્વજા-પતાકા અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર સાથે ભવ્ય છપ્પનભોગ અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અન્નકુટના મુખ્ય દાતા તરીકે ધારણોજના વતની તથા હાલ અમેરિકા સ્થિત અશોકભાઈ ઘેલાભાઈ દરજી પરિવાર (MIT USA) દ્વારા સેવા આપવામાં આવી હતી.

હજારો શ્રદ્ધાળુઓ માટે શ્રી જહુ સેના ગ્રુપ (ગુજરાત) દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્તોને શુદ્ધ પીવાનું પાણી સહિતની જરૂરી સુવિધાઓ સેવાભાવી દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા અને સ્થાનિક યુવાનોના સહયોગથી સુચારૂ રીતે સંપન્ન થયો હતો. ભક્તોએ માતાજીના દર્શન, અન્નકુટ અને મહાપ્રસાદનો લાભ લઈ સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande