મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય બાબતોની સ્વતંત્ર તપાસની માંગ કરી
નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.): કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય બાબતોની
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.): કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય બાબતોની સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરી છે. બંને નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિઓએ લાખો ભક્તોની શ્રદ્ધાને અસર કરી છે, અને આ બાબતે વડા પ્રધાનનું મૌન ચિંતાજનક છે.

ખડગે અને રાહુલ ગાંધીએ તેમના સંયુક્ત પત્રમાં જણાવ્યું છે કે, દેશભરના લાખો ભક્તોએ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ટ્રસ્ટને તેમના કષ્ટના પૈસા દાન કર્યા હતા, પરંતુ નાણાકીય ગેરરીતિઓથી તેઓ દગો અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ અને ભક્તોના દાનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર અને સંબંધિત સંસ્થાઓની છે.

પત્રમાં, બંને નેતાઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર સંસદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી, જ્યારે ટ્રસ્ટના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ટ્રસ્ટના ઘણા સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને તેમની સંલગ્ન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અને ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ વડા પ્રધાનના નજીકના સહયોગી હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, આવા ગંભીર આરોપો છતાં વડા પ્રધાનનું મૌન ગેરવાજબી છે અને જવાબદારી સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે.

પત્રમાં ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો અને રોકડ, સોનું અને ચાંદી સહિત તમામ પ્રકારના દાનના સંગ્રહ, સંચાલન અને ઉપયોગની સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરવામાં આવી હતી. તપાસ અહેવાલ જાહેર કરવો જોઈએ, જેથી દરેક ભક્ત જાણી શકે કે તેમના દાનનો ઉપયોગ કેવી રીતે થયો હતો. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, તપાસમાં દોષિત ઠરેલા તમામ વ્યક્તિઓ સામે પગલાં લેવા જોઈએ, પછી ભલે તેમનું સ્થાન કે પ્રભાવ ગમે તે હોય.

સંયુક્ત પત્ર શેર કરતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય બાબતોની નિષ્પક્ષ અને વ્યાપક તપાસ થવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે શ્રદ્ધા અને વિશ્વાસથી દાન કરનારા લાખો ભક્તો નાણાકીય અનિયમિતતાને કારણે છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે.

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ 'એક્સ' પર પત્ર શેર કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે લાખો ભક્તોએ શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાથી પોતાની કમાણી અર્પણ કરી હતી, પરંતુ પ્રસાદની ચોરીનો મુદ્દો હવે જાહેર ચર્ચાનો વિષય બની ગયો છે. તેમણે કહ્યું કે, ટ્રસ્ટના દરેક સભ્યની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે વડા પ્રધાનનું મૌન અસ્વીકાર્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande