
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોના સાહસ, આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા સોમવારે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાના સાહસ, સંસાધનોના અસરકારક ઉપયોગ અને અથાક પરિશ્રમના બળ પર ઐતિહાસિક સફળતાઓ હાંસલ કરી રહ્યા છે, જે વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી રહી છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે,
प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमनविचति चाप्रमत्तः।
दुःखं च काले सहते महात्मा धुरंधरस्तस्य जिताः सपत्नीः॥
અર્થાત- જે મહાન વ્યક્તિ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ક્યારેય વિચલિત થતો નથી, પૂરી સાવધાની અને સજાગતા સાથે પોતાના કાર્યમાં નિરંતર લાગ્યો રહે છે તથા કઠિન સમયનો ધૈર્યપૂર્વક સામનો કરે છે, તેના શત્રુઓ પહેલાથી જ પરાજિત મનાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ભારતના યુવાનો પોતાના સાહસ, આત્મવિશ્વાસ અને કઠિન પરિશ્રમના દમ પર નવી-નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનોની આ જ ઊર્જા, સંકલ્પ અને કર્મઠતા વિકસિત ભારતના નિર્માણની સૌથી મોટી તાકાત છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ