ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી પ્રભાવિત રહી
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ સોમવારે વિપક્ષના હોબાળાની ભેટ ચડી ગયો. રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી, નીટ અને અન્ય પરીક્ષાઓમાં પેપર લીક, જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના મુદ્દા સહિત વિવિધ વિષયો પર ચર્ચાની
સંસદ ભવન


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ સોમવારે વિપક્ષના હોબાળાની ભેટ ચડી ગયો. રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી, નીટ અને અન્ય પરીક્ષાઓમાં પેપર લીક, જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના મુદ્દા સહિત વિવિધ વિષયો પર ચર્ચાની માંગને લઈને વિપક્ષના સતત વિરોધને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ. આખરે બંને ગૃહોની કાર્યવાહી મંગળવાર સવાર સુધી મુલતવી રાખવામાં આવી.

આ દરમિયાન લોકસભામાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવા સંબંધિત 'સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026' રજૂ કરવામાં આવ્યું. જ્યારે રાજ્યસભામાં 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગાન સમાન સન્માન આપવા સંબંધિત વિધેયક રાજ્યસભામાં રજૂ થઈ શક્યું નહીં.

સંસદ પરિસરની બહાર પણ વિવિધ સંગઠનોના પ્રદર્શનને કારણે સુરક્ષા વ્યવસ્થા કડક રહી અને સંસદ ભવન તરફ આવવા-જવાના માર્ગો પર અવરજવર પ્રભાવિત થઈ.

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષે કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાની સહિત છ પૂર્વ સભ્યોના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રદ્ધાંજલિ બાદ ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી ત્રણ વખત થોડા અંતરાલ માટે મુલતવી રાખવામાં આવ્યા બાદ 3 વાગ્યે આખા દિવસ માટે મુલતવી રાખવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું.

બીજી તરફ રાજ્યસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે નવ નવનિર્વાચિત સભ્યોએ શપથ લીધા. આમાં ગુજરાતમાંથી મુકેશભાઈ જે. રાઠવા, કર્ણાટકમાંથી પવન ખેડા, મધ્ય પ્રદેશમાંથી મહેશ કેવટ, મેઘાલયમાંથી જેમ્સ પાંગસાંગ કોંગકલ સંગમા, મિઝોરમમાંથી ખિયાંગતે લલતલુઆગકિમા, રાજસ્થાનમાંથી સતીશ પૂનિયા તથા પશ્ચિમ બંગાળમાંથી પ્રકાશ ચિક બરાઈક, સુષ્મિતા દેવ અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે.

સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને, પૂર્વ સભ્યો બલબીર પુંજ, સ્વપન સાધન બોઝ (ટુટુ બોઝ), રંગાસાઈ રામકૃષ્ણ અને એચ. હનુમંતપ્પાના નિધન પર શોક વ્યક્ત કર્યો તથા કતારના પૂર્વ અમીરને પણ શ્રદ્ધાંજલિ આપી.

શ્રદ્ધાંજલિ બાદ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ, નીટ અને અન્ય પરીક્ષાઓના પેપર લીકનો મુદ્દો ઉઠાવતા આ વિષયો પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યે, પછી 12:30 વાગ્યે, ત્યારબાદ 12:50 વાગ્યે, પછી 2 વાગ્યે અને પછી 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવી પડી.

બપોર પછી કાર્યવાહી શરૂ થતાં ઉપસભાપતિ હરિવંશે, સભ્યોને ગૃહની ગરિમા જાળવી રાખવા અપીલ કરતા કહ્યું કે, સંસદ સંવાદ અને ચર્ચાનું મંચ છે તથા આખા દિવસ દરમિયાન કોઈ કાયદાકીય કાર્ય થઈ શક્યું નહીં. જોકે, હોબાળો ચાલુ રહેતા તેમણે ગૃહની કાર્યવાહી મંગળવાર સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande