(લીડ) જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોત, 6 લોકો લાપતા
રાજૌરી, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લાપતા લોકોની શોધખોળ અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, બે સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અ
જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વિનાશ


રાજૌરી, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લાપતા લોકોની શોધખોળ અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, બે સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને જબરદસ્ત ભૂસ્ખલન થયું છે. આ દરમિયાન મોબાઇલ ટાવરોને ઘણું નુકસાન થયું છે, જેના કારણે અહીંનું નેટવર્ક પણ બંધ થઈ ગયું હતું, જેને 5 કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, પરંતુ વીજળી હજુ પણ બંધ છે. રાતભર થયેલા સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેના કારણે રહેણાંક મકાનો કાટમાળમાં દબાઈ ગયા અને ઘણા પરિવારો કાટમાળ નીચે ફસાઈ ગયા.

સૌથી વધુ તબાહી પૂંછ જિલ્લાના સુરાકોટના લોઅર મુર્રા વિસ્તારમાં થઈ છે. મૃતકોની ઓળખ નૂર સફિયા (59) પત્ની મોહમ્મદ લતીફ, સજ્જાદ અહેમદ (16) પુત્ર મોહમ્મદ લતીફ, હકનવાઝ અહેમદ (10) પુત્ર મોહમ્મદ લતીફ, શાહનવાઝ અહેમદ (10), પુત્ર મોહમ્મદ લતીફ, ખાલિદા કૌસર (25) પત્ની યાસર ઇકબાલ, સોફિયાન (2) પુત્ર યાસર ઇકબાલ, બાનો બી (60) પત્ની મોહમ્મદ હુસૈન, મોહમ્મદ અકરમ (7) પુત્ર મોહમ્મદ લિયાકત તરીકે થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ, એસડીઆરએફ, નાગરિક પ્રશાસન અને સ્થાનિક સ્વયંસેવકોની બચાવ ટીમો તે છ લોકોનો પત્તો લગાવવા માટે શોધખોળ અભિયાન ચલાવી રહી છે, જેઓ તણાઈ ગયા હતા અથવા કાટમાળ નીચે ફસાઈ ગયા હતા અને હજુ પણ લાપતા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande