પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન હેઠળ શાળાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં. 1, 5, 7 અને 11 ની વિવિધ શાળાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે વ્યાપક જનજ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન હેઠળ શાળાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન હેઠળ શાળાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં. 1, 5, 7 અને 11 ની વિવિધ શાળાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને હેન્ડ વોશ (હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ) અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. ભોજન પહેલાં, ખોરાકને સ્પર્શ કરતાં પહેલાં, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ, ખાંસી કે છીંક આવ્યા પછી, બહારથી ઘરે આવ્યા બાદ, કચરાને સ્પર્શ કર્યા પછી તેમજ પાલતુ પ્રાણીઓની સંભાળ લીધા બાદ સાબુ અને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે હાથ ધોવાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. નિયમિત હાથ ધોવાની આદત અનેક ચેપી રોગોથી રક્ષણ આપે છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપન નિયમો–2026 અંગે માહિતી, શિક્ષણ અને સંચાર (આઈઈસી) પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનિટરી કચરો એમ ચાર પ્રકારના કચરાના અલગકરણ (ફોર-વે વેસ્ટ સેગ્રેગેશન) અંગે માહિતી આપવામાં આવી તેમજ કચરાના યોગ્ય નિકાલ દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સ્વચ્છતા જાળવવા, નિયમિત હાથ ધોવાની સારી આદતો અપનાવવા તથા કચરાનું યોગ્ય રીતે અલગકરણ કરીને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત પોરબંદરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

આ તકે મહાનગરપાલિકાના કોર્પોરેટર વિશાલ મોતીવારસ, રૂહીબેન કોટિયા, ભાવિકાબેન જુંગી, શાળાનો સ્ટાફ તેમજ મહાનગરપાલિકા સેનિટેશન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande