જામનગરમાં પુરપાટ ઝડપે આવેલ સ્કૂટરનો રીક્ષા સાથે અકસ્માત : નુકશાની અંગે ફરિયાદ નોંધાવી
જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ગુરુદ્વારા નજીક વાલ્કેશ્વરી સોસાયટીના વળાંક પાસે બેફામ અને પૂરઝડપે દોડી રહેલી એક્ટિવા રિક્ષા સાથે અથડાતાં રિક્ષાને આશરે રૂ. 6 હજારનું નુકસાન થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નવાગામ ધેડ હનુમાન ચોક, ટીંબા ફળી વિ
અકસ્માત


જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ગુરુદ્વારા નજીક વાલ્કેશ્વરી સોસાયટીના વળાંક પાસે બેફામ અને પૂરઝડપે દોડી રહેલી એક્ટિવા રિક્ષા સાથે અથડાતાં રિક્ષાને આશરે રૂ. 6 હજારનું નુકસાન થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

નવાગામ ધેડ હનુમાન ચોક, ટીંબા ફળી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઉમેશ રણછોડભાઈ લોલડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ શનિવારે સાંજે આશરે સવા છ વાગ્યે જી.જે. 10 ટી.ડબલ્યુ. 8268 નંબરની રિક્ષામાં મુસાફરોને લઈને વાલ્કેશ્વરી સોસાયટી તરફથી ગુરુદ્વારા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વળાંક પાસે પાછળથી પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી જી.જે. 10 સી.એમ. 3835 નંબરની સફેદ એક્ટિવા તેમની રિક્ષાની જમણી બાજુ અથડાઈ હતી. ફરિયાદ મુજબ અકસ્માત બાદ એક્ટિવા પર સવાર ચાલકે પોતાનું નામ શક્તિસિંહ હોવાનું જણાવ્યું હતું.

રિક્ષાચાલકે વાહનને રોડની બાજુએ ઊભું રાખી આશરે રૂ. 6 હજારનું નુકસાન થયાનું જણાવતાં નુકસાનની ભરપાઈ કરવાની માંગણી કરી હતી. જોકે એક્ટિવા ચાલકે કોઈપણ પ્રકારની ભરપાઈ કરવાનો ઇનકાર કર્યો હતો.

આથી રિક્ષાચાલકે બેફામ રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે એક્ટિવા ચાલક શક્તિસિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande