પોરબંદરની બાહરીયા ગૌશાળાની કૃષિ અને પશુપાલન મંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત કરી
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન બાહરીયા ગૌશાળા (બાહરીયા ફાર્મ)ની મુલાકાત લીધી
પોરબંદરની બાહરીયા ગૌશાળાની કૃષિ અને પશુપાલન મંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત કરી.


પોરબંદરની બાહરીયા ગૌશાળાની કૃષિ અને પશુપાલન મંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત કરી.


પોરબંદરની બાહરીયા ગૌશાળાની કૃષિ અને પશુપાલન મંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત કરી.


પોરબંદરની બાહરીયા ગૌશાળાની કૃષિ અને પશુપાલન મંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત કરી.


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન બાહરીયા ગૌશાળા (બાહરીયા ફાર્મ)ની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન બંને મંત્રીઓએ ગૌશાળામાં ગીર ગાયોના સંવર્ધન, સંરક્ષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી રહેલા ઉછેરની કામગીરીનું સ્થળ પર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ફાર્મમાં અપનાવવામાં આવેલી આધુનિક અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન પદ્ધતિ તેમજ પશુધનના જતન માટે કરવામાં આવતા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી. ગીર ગાયના સંવર્ધન માટે બાહરીયા ફાર્મ દ્વારા થઈ રહેલી કામગીરીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બાહરીયા ફાર્મમાં હાલમાં અંદાજે 600 જેટલી ગીર ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. અહીં 100 વર્ષથી વધુ જૂની ગીર ગાયોની જેનેટિક લાઇનનું સંરક્ષણ કરવામાં આવ્યું છે તેમજ 10થી વધુ પેઢીઓનો વંશાવળીનો રેકોર્ડ પણ જાળવી રાખવામાં આવ્યો છે, જે અત્યંત દુર્લભ અને મૂલ્યવાન ગણાય છે.

આ ફાર્મની વિશિષ્ટ ગીર જેનેટિક્સને કારણે બ્રાઝીલના ABCZ Brazilian Cattleના પ્રતિનિધિઓ બે વખત બાહરીયા ફાર્મની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે અહીં ઉપલબ્ધ ગીર ગાયોની જેનેટિક ગુણવત્તાને વિશ્વસ્તરની શ્રેષ્ઠ જેનેટિક્સ તરીકે બિરદાવી હતી.

બાહરીયા ફાર્મના સ્થાપક રાજસીભાઈ મેરામણભાઈ ઓડેદરાને ગીર ગાયોના સંવર્ધન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ બ્રાઝીલ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ માત્ર પોરબંદર કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande