
વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક બહુમાળી એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે સ્થાનિક લોકોની સમયસરની સતર્કતાથી મહિલાનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી.
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા એક બહુમાળી એપાર્ટમેન્ટમાં આજે આત્મહત્યાના પ્રયાસની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, એક મહિલા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ સમયસર પરિસ્થિતિને પારખી તાત્કાલિક બચાવ માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સદનસીબે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ આ પગલું કયા કારણોસર ભરવાનો પ્રયાસ કર્યો હતો તે અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ