સંસદ માર્ચ દરમિયાન પોલીસની અતિશયતા વિરુદ્ધની અરજી પર, આજે ઉચ્ચ ન્યાયાલય સુનાવણી કરશે.
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) દિલ્હી ઉચ્ચ ન્યાયાલય 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસની અતિશયતા વિરુદ્ધ, દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી કરવા સંમત થયું છે. આજે આ અરજીને મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ, રજૂ
કોર્ટ


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) દિલ્હી ઉચ્ચ ન્યાયાલય 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસની અતિશયતા વિરુદ્ધ, દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી કરવા સંમત થયું છે. આજે આ અરજીને મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ, રજૂ કરતાં આજે જ સુનાવણીની માંગ કરવામાં આવી.

કાકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા પેપર લીકના આરોપો બાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર 20 જૂનથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં સોનમ વાંગચુકે, 28 જૂનથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. લગભગ 20 દિવસના ઉપવાસ બાદ તેમને જંતર-મંતર પરથી ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ 20 જુલાઈના રોજ સંસદ માર્ચ કર્યું હતું, જે દરમિયાન રાજધાની દિલ્હીના અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ સાથે અનેક સ્થળોએ અતિશયતા આચરી. દિલ્હી પોલીસે અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસ છોડ્યા. આ મામલે કનાટ પ્લેસ પોલીસ સ્ટેશન, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર/સંજય

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande