
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને લોકસભા સભ્ય સુપ્રિયા સુળે એ બુધવારે, સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર મુલાકાતની તસવીરો શેર કરતા જણાવ્યું કે, પવાર અને સુળે એ દિવસ દરમિયાન સંસદ પરિસરમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. જોકે, મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળે કોકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર પર નીટ પેપર લીકને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું સમર્થન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ