સૈન્ય અને ફિલ્ડ હોસ્પિટલોમાં આયુષ સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ, રક્ષા મંત્રીને પ્રતાપરાવ જાધવે પત્ર લખ્યો
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને દેશની તમામ સૈન્ય અને ફિલ્ડ હોસ્પિટલોમાં આયુષ ઓપીડી અને આયુષ આધારિત ઉપચાર સ
આયુષ્ય


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને દેશની તમામ સૈન્ય અને ફિલ્ડ હોસ્પિટલોમાં આયુષ ઓપીડી અને આયુષ આધારિત ઉપચાર સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

બુધવારે પ્રતાપરાવ જાધવે લખેલા પત્રમાં જણાવ્યું કે, સશસ્ત્ર દળો પાસે આધુનિક ચિકિત્સા વ્યવસ્થા મજબૂત છે, પરંતુ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓને સામેલ કરવાથી સૈનિકોને નિવારક, સંવર્ધક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય સેવાઓનો બહેતર લાભ મળી શકશે.

તેમણે જણાવ્યું કે, હાલમાં રક્ષા મંત્રાલય હેઠળ ફક્ત કેટલીક સંસ્થાઓમાં જ આયુષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યારે મોટાભાગની સૈન્ય અને ફિલ્ડ હોસ્પિટલોમાં આવી સેવાઓ નથી. તેમના મતે, આયુષ સેવાઓના વિસ્તરણથી સૈનિકોને નિવારક સ્વાસ્થ્ય સંભાળ, જીવનશૈલી વ્યવસ્થાપન, પુનર્વસન અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ વધુ અસરકારક રીતે મળી શકશે.

પ્રતાપરાવ જાધવે રક્ષા મંત્રાલયને આ પ્રસ્તાવ પર વિચાર કરવા વિનંતી કરી છે. આ સાથે, આયુષ મંત્રાલયે, તેના અમલીકરણ માટે તકનીકી સહાયતા, નિષ્ણાત માર્ગદર્શન, સંસ્થાકીય સહયોગ અને જરૂર પડ્યે સમજૂતી કરાર (એમઓયુ) કરવાની પણ ઓફર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande