જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ
અનંતનાગ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે અનંતનાગ શહેરમાં આતંકવાદીઓના હુમલામાં અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યુટી પર તૈનાત એક પોલીસકર્મી શહીદ થઈ ગયો. લશ્કર-એ-તૈયબાના એક સહયોગી સંગઠન, ''ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'' એ સોશિયલ મીડ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ


અનંતનાગ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે અનંતનાગ શહેરમાં આતંકવાદીઓના હુમલામાં અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યુટી પર તૈનાત એક પોલીસકર્મી શહીદ થઈ ગયો. લશ્કર-એ-તૈયબાના એક સહયોગી સંગઠન, 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, હુમલાની જવાબદારી લીધી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, અનંતનાગના લાલ ચોક પર ગોળીબાર બપોરે લગભગ 12:30 વાગ્યે થયો. તેમણે જણાવ્યું કે, અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યુટી પર તૈનાત હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન, હુમલામાં ઘાયલ થયા અને તેમને અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ પહોંચતા જ ડોકટરોએ, હુસૈનને મૃત જાહેર કર્યા હતા. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કરી દીધું છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande