સુરતમાં પૂર્વ ઝોન-બી વિસ્તારની આદર્શ નિવાસી શાળાના 31 વિદ્યાર્થીઓ, 54 વિદ્યાર્થિનીઓ તથા 15 સ્ટાફનું રિલીફ સેન્ટરમાં સુરક્ષિત સ્થળાંતર
સુરત, 22 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદનું જોર વધવાને કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટ
Surat


સુરત, 22 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદનું જોર વધવાને કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પૂર્વ ઝોન-બી વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળાના 31 વિદ્યાર્થીઓ, 54 વિદ્યાર્થિનીઓ તથા 15 સ્ટાફ એમ કુલ 100 વ્યક્તિઓને સુરક્ષિત રીતે નજીકના SMC રિલીફ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ઉધના તથા લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાંથી 09 શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.

લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મનપા દ્વારા SMCના રિલીફ સેન્ટર અથવા નજીકના ઊંચાણવાળા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરાઈ છે. રિલીફ સેન્ટરમાં સ્થળાંતરિત શહેરીજનોની આરોગ્ય સુરક્ષા માટે મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય પરીક્ષણ અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande