પોરબંદરનો એક વર્ષ થી ફરાર છેતરપિંડીના આરોપીની નડિયાદથી ધરપકડ
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર અને લાલશાહીથી વોન્ટેડ આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે નડિયાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. પેરોલ-ફર્લો સ્કોડને મળેલી ચોક્કસ બા
પોરબંદરનો એક વર્ષ થી ફરાર છેતરપિંડીના આરોપીની નડિયાદથી ધરપકડ.


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર અને લાલશાહીથી વોન્ટેડ આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે નડિયાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે.

પેરોલ-ફર્લો સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી હિતેશ મનસુખ કણસાગરા નડિયાદમાં હોવાની માહિતી મળતા ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. આરોપી સામે બીએનએસ-2023ની કલમ 316(2) અને 318(3) હેઠળ ગુનો નોંધાયેલો છે. ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી હિતેશ મનસુખ કણસાગરા, મૂળ નાનડીયા ગામ, તાલુકો માણાવદર, જિલ્લા જુનાગઢનો રહેવાસી છે અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande