પાટણમાં નાર્કોટિક્સ ફોર્સની મોટી કાર્યવાહી, ડેર-બાલીસણા રોડ પરથી 2 કિલો અફીણ સાથે બેની ધરપકડ
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ તાલુકાના ડેર ગામ નજીક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ગાંધીનગર ઝોનની ટીમે દરોડો પાડી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રોકડ સહિત કુલ ₹11.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બા
પાટણમાં ANTFની મોટી કાર્યવાહી, ડેર-બાલીસણા રોડ પરથી 2.01 કિલો અફીણ સાથે બેની ધરપકડ.


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ તાલુકાના ડેર ગામ નજીક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ગાંધીનગર ઝોનની ટીમે દરોડો પાડી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રોકડ સહિત કુલ ₹11.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ડેર-બાલીસણા રોડ પર ટેકનિકલ સર્વેલન્સ અને પંચોની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે ₹10.05 લાખની કિંમતનું ગેરકાયદેસર અફીણ મળી આવ્યું હતું.

દરોડા દરમિયાન ₹1,00,610 રોકડા, મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ અને ડાયરી સહિત કુલ ₹11,06,110નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(C), 18(C) અને 29 હેઠળ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસા તાલુકાના કરજોડ ગામના પ્રહલાદ રાઠોડને આ કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande