પોરબંદરનો 18 વર્ષ થી ફરાર ચોરીનો આરોપી વારાણસીથી ઝડપાયો
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે વારાણસી (બનારસ) ખાતેથી ઝડપી પાડી કમલાબાગ પોલીસને સોંપ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અ
પોરબંદરનો 18 વર્ષ થી ફરાર ચોરીનો આરોપી વારાણસીથી ઝડપાયો.


પોરબંદરનો 18 વર્ષ થી ફરાર ચોરીનો આરોપી વારાણસીથી ઝડપાયો.


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે વારાણસી (બનારસ) ખાતેથી ઝડપી પાડી કમલાબાગ પોલીસને સોંપ્યો છે.

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર તેમજ ગેઝેટ અને લાલશાહીથી વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ ચાલી રહી છે. તેના અનુસંધાને પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન એએસઆઈ હરેશ આહીર, જીણા કટારા અને હેડ કોન્સ્ટેબલ જેતમલ મોઢવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 381 મુજબના ગુનામાં લાલશાહીથી ફરાર આરોપી દીપકકુમાર ભગવાનપ્રસાદ ચૌરસીયા હાલ ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપી દીપકકુમાર ભગવાનપ્રસાદ ચૌરસીયા સામે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande