નેપાળ દૂરસંચાર પ્રાધિકરણે, 2.23 લાખથી વધુ સટ્ટાબાજીની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ બંધ કરી
કાઠમંડુ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). નેપાળ દૂરસંચાર પ્રાધિકરણ (એનટીએ) એ, ઓનલાઈન સટ્ટાબાજી (બેટિંગ) અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોમાં સંડોવાયેલી 2,23,568 વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ બંધ કરી દીધી છે. આ કાર્યવાહી સરકારની શાસકીય સુધારા સંબંધિત
નેપાળ દૂરસંચાર પ્રાધિકરણ


કાઠમંડુ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). નેપાળ દૂરસંચાર પ્રાધિકરણ (એનટીએ) એ, ઓનલાઈન સટ્ટાબાજી (બેટિંગ) અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોમાં સંડોવાયેલી 2,23,568 વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ બંધ કરી દીધી છે. આ કાર્યવાહી સરકારની શાસકીય સુધારા સંબંધિત 100 કાર્યસૂચિ હેઠળ કરવામાં આવી છે.

સરકારે સંચાર તથા સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને નિર્દેશ આપ્યો હતો કે, સટ્ટાબાજીની એપ્લિકેશન્સ અને તેનાથી સંબંધિત વેબસાઇટ્સને 24 કલાકની અંદર બંધ કરવામાં આવે. તે જ નિર્ણય અનુસાર નેપાળમાં કાર્યરત તમામ સટ્ટાબાજીની વેબસાઇટ્સ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પ્રાધિકરણ અનુસાર, અગાઉ બંધ કરાયેલી ઘણી વેબસાઇટ્સ નવા નામોથી ફરી સક્રિય થઈ રહી હતી. આ જ કારણસર આ વર્ષે ફીફા વિશ્વ કપ શરૂ થયા પછી વિશેષ અભિયાન ચલાવીને 2.23 લાખથી વધુ નવી એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ બ્લોક કરવામાં આવી.

વડાપ્રધાન તથા મંત્રીપરિષદ કાર્યાલયે પણ વિશ્વ કપ દરમિયાન સટ્ટાબાજીની એપ્લિકેશન્સના ઉપયોગમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરતા આ વિષયમાં વિશેષ રસ દાખવ્યો, જેના પછી એનટીએ એ ત્વરિત કાર્યવાહી માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી.

ટાસ્ક ફોર્સમાં સામેલ દૂરસંચારના સહાયક નિર્દેશક અને એન્જિનિયર ઓમપ્રકાશ મહતોએ જણાવ્યું કે વિશ્વ કપ શરૂ થયા પછી ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (આઈએસપી) ના પ્રતિનિધિઓને પ્રાધિકરણમાં જ તૈનાત કરીને શંકાસ્પદ વેબસાઇટ્સના યુઆરએલ બ્લોક કરવામાં આવ્યા.

મહતો અનુસાર, આટલી મોટી સંખ્યામાં વેબસાઇટ્સની એક પછી એક ઓળખ કરવી મુશ્કેલ હોય છે. તેથી વિવિધ અધિકૃત સંસ્થાઓ દ્વારા ચિહ્નિત સટ્ટાબાજીની સાઇટ્સ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોવાળી વેબસાઇટ્સને ISP ના સહયોગથી બ્લોક કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એક વેબસાઇટ બંધ થવા પર બીજી નવી વેબસાઇટ ખુલી જવી એક મોટી પડકાર છે, તેથી સતત દેખરેખ અને કાર્યવાહી ચાલુ રાખવી પડે છે.

પ્રાધિકરણે જણાવ્યું કે, નવા ગેરકાયદેસર પ્લેટફોર્મની ઓળખ માટે ‘થ્રેટ ઇન્ટેલિજન્સ ટૂલ’ નો ઉપયોગ કરીને વિશેષ ‘હન્ટિંગ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ માટે અલગ માનવશક્તિ પણ તૈનાત કરવામાં આવી છે.

એનટીએ એ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ ગેરકાયદેસર સટ્ટાબાજી અથવા નાણાકીય વેબસાઇટની જાણકારી હોય તો તેને github.com/NTA-OPM લિંક દ્વારા અપડેટ કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande