મકરપુરા ઝવેરનગરમાં વિશાળ ભુવો, સ્થાનિકોમાં ભય – તંત્ર સામે ઉઠ્યા સવાલ
વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ રોડ ધસી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર
ભુવો


વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ રોડ ધસી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભુવો પડતાં સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે. વ્યસ્ત માર્ગ પર પડેલા ભુવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે કોંગ્રેસ, ભાજપના આગેવાનો તેમજ વડોદરા મહાનગરપાલિકાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે હવે વિસ્તારના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. હાલ લોકો તંત્ર પાસે યુદ્ધના ધોરણે સમારકામ કરીને અકસ્માત ટાળવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande