વડોદરામાં કારગિલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી, શહીદ જવાનોને અર્પાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
વડોદરા, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ગાંધીનગર ગૃહ ખાતે 27મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કારગિલ યુદ્ધના શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસં
સૈનિક


જવાનો


વડોદરા, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ગાંધીનગર ગૃહ ખાતે 27મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કારગિલ યુદ્ધના શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

26 જુલાઈ... ભારતના ઇતિહાસનો ગૌરવપૂર્ણ દિવસ. વર્ષ 1999માં ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં અદમ્ય શૌર્ય અને પરાક્રમનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. દુર્ગમ અને બરફાચ્છાદિત શિખરો પર દુશ્મનના કબજાને હટાવી ભારતે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. આ જ વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.

વડોદરા શહેરમાં પણ ગાંધીનગર ગૃહ ખાતે 27મા કારગિલ વિજય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શહીદ જવાનોને પુષ્પાંજલિ અને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે કરવામાં આવી.

ત્યારબાદ ગાંધીનગર ગૃહથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રા ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી.

કાર્યક્રમમાં નિવૃત્ત અને સેવા આપી રહેલા સૈનિકો, આર્મીના અધિકારીઓ, NCC કેડેટ્સ, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. દેશભક્તિના સૂત્રોચ્ચાર અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું.

કારગિલ વિજય દિવસ માત્ર એક વિજયની ઉજવણી નથી, પરંતુ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોને કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી અર્પિત શ્રદ્ધાંજલિ છે. આ દિવસ દરેક ભારતીયને દેશપ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande