નીટ પેપર લીક મામલો: વડોદરાના કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓની ઉજવણી, પોલીસનું પણ કર્યું સન્માન
વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વડોદરામાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી, પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું અને આંદોલ
ઉજવણી


ઉજવણી


વડોદરા , 26 જુલાઈ (હિ.સ.) NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વડોદરામાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી, પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું અને આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી.

NEET પેપર લીક પ્રકરણને લઈને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે આ નિર્ણયને આવકારતા ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ NEET પેપર લીક મુદ્દા અને તેના અનુસંધાનમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ઉજવણી દરમિયાન એક ભાવનાત્મક દૃશ્ય પણ જોવા મળ્યું હતું. કમાટીબાગ ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત ઝોન-૧ના DCP જગદીશ ચાવડા, ACP, વિવિધ પોલીસ સ્ટેશનના PI તેમજ પોલીસ જવાનોને વિદ્યાર્થીઓએ ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા હતા. સાથે જ પોલીસ કર્મચારીઓનું મોં મીઠું કરાવી તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ આ ઘટનાને અન્યાય સામે સત્યના વિજય તરીકે જોઈ રહ્યા છે અને હવે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારી અને વિશ્વાસ પુનઃસ્થાપિત થાય તેવી અપેક્ષા રાખે છે.

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને સ્થળ પર હાજર પોલીસ તંત્રએ પણ વિદ્યાર્થીઓના શિસ્તબદ્ધ વર્તનની પ્રશંસા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande