'પેપર લીક બિલ' પર, ચર્ચા ન થવા દેવી દુર્ભાગ્યપૂર્ણ: રિજિજુ
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓની માંગણીઓ અને તાજેતરમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને ધ્યાનમાં રાખીને, સરકારે પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓ પર રોક લગાવવા માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ વ
કઘીલ


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓની માંગણીઓ અને તાજેતરમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને ધ્યાનમાં રાખીને, સરકારે પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓ પર રોક લગાવવા માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ વિધેયક સંસદમાં રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, જો આટલા મોટા વિદ્યાર્થી આંદોલન પછી પણ આ મુદ્દે સંસદમાં ચર્ચા ન થઈ શકે, તો તે ન તો સંસદ માટે સારું છે અને ન તો લોકશાહી માટે. સંસદ ચર્ચા અને વિચાર-વિમર્શનું સર્વોચ્ચ મંચ છે, તેથી આવા મહત્વપૂર્ણ વિષયો પર અહીં જ સાર્થક ચર્ચા થવી જોઈએ.

રિજિજુએ સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અને કેટલાક વિરોધ પક્ષો આ વિધેયક પર ચર્ચા થવા દેતા નથી અને સૂત્રોચ્ચાર, કાળા કાર્ડ બતાવીને તથા અન્ય રીતે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ અને વિરોધ પક્ષોને અપીલ કરી કે, તેઓ દેશના વિદ્યાર્થીઓની ભાવનાઓને સમજે અને હોબાળો કરવાને બદલે આ મહત્વપૂર્ણ વિધેયક પરની ચર્ચામાં ભાગ લે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે મોટો નિર્ણય લીધો છે અને આ માટે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક વિધેયક પેપર લીક રોકવા માટે કડક અને સમયબદ્ધ જોગવાઈઓ સાથે, દોષિતો માટે કડક સજાની પણ જોગવાઈ કરે છે, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. તેમણે તમામ પક્ષોને વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને વિધેયક પર ગંભીર અને સકારાત્મક ચર્ચા કરવા અપીલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande