

પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ નાગરિક બેન્કની નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેઠકમાં દિલીપ પટેલને બેન્કના પ્રમુખ અને કેતાબેન પટેલને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી બેન્કની ચૂંટણીમાં કુલ 15 ડિરેક્ટરો ચૂંટાયા હતા. તેમાં પ્રગતિશીલ પેનલના 9 અને પરિવર્તન પેનલના 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં મહેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી હતી.
બેઠક દરમિયાન તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી બંને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. નિમણૂક બાદ ઉપસ્થિત ડિરેક્ટરો અને શુભેચ્છકોએ દિલીપ પટેલ તથા કેતાબેન પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન બેન્કના વિકાસ તથા ગ્રાહકહિતના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ