ભરૂચ એલસીબીએ આમદડા પાસેના ગોડાઉનમાંથી, 75.45 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં પ્રોહિબિશનનો મોટો દરોડો 90.85 લાખનો મુદામાલ જપ્ત, 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા કર્ણાટક પાર્સિંગના આઇશર કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલો હતો બીજો ગોડાઉનમાં ખાલી કરેલ હતો ભરૂચ 27 જુલાઈ (હિ.સ.) ભરૂચ તાલુકા પોલીસ દ્વાર
ભરૂચ એલસીબીએ આમદડા પાસેના ગોડાઉનમાંથી 75.45 લાખનો વિદેશી દારૂ ઝડપાયો


ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં પ્રોહિબિશનનો મોટો દરોડો

90.85 લાખનો મુદામાલ જપ્ત, 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

કર્ણાટક પાર્સિંગના આઇશર કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલો હતો બીજો ગોડાઉનમાં ખાલી કરેલ હતો

ભરૂચ 27 જુલાઈ (હિ.સ.)

ભરૂચ તાલુકા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે હેરફેર અને સપ્લાય નેટવર્ક પર એક મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમદડા ગામે ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ 90.85 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી પ્રકાશ કેશરામ ચૌધરી ઉ.વ. 25 ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ, રાજસ્થાન અને મહેસાણાના અન્ય સાગરીતો સાથે મળીને ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખતા હતા. આ જથ્થાને નાના વાહનો મારફતે આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવાની તેમની યોજના હોવાનું પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું.

જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર LCBની ટીમો સતત વોચમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ ટીમે વહેલી સવારે ડ્રીમ કોમ્પ્લેક્ષ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉન તેમજ KA-51-AK-7344 નંબરના આઇસર કન્ટેનરમાંથી 1,048 બોક્સ 50,304 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂ મળી આવ્યો હતો.

દરોડા દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂ 75.45 લાખ ,આઇસર કન્ટેનર 10 લાખ,હ્યુન્ડાઇ વરણા કાર 5 લાખ અને મોબાઇલ ફોન 3 નંગ .દરોડાની કામગીરી દરમિયાન અન્ય પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ ચાલુ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande