ભારે વરસાદથી વાઘપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શૈક્ષણિક સામગ્રીને નુકસાન
પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં ભારે વરસાદને કારણે વર્ગખંડોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી શાળામાં ઘૂસી જતાં સમગ્ર શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓના અભ્ય
ભારે વરસાદથી વાઘપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શૈક્ષણિક સામગ્રીને નુકસાન


પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં ભારે વરસાદને કારણે વર્ગખંડોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી શાળામાં ઘૂસી જતાં સમગ્ર શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની સીધી અસર જોવા મળી હતી.

વરસાદી પાણીના કારણે પુસ્તકો, ફર્નિચર, શિક્ષણ માટેનું વિવિધ સાહિત્ય તેમજ અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્રી પલળી જતાં વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને કારણે શાળાનું નિયમિત શૈક્ષણિક કાર્ય પણ અસ્થાયી રીતે પ્રભાવિત બન્યું હતું.

ઘટનાની જાણ થતાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને શાળામાં ભરાયેલું પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ નુકસાન પામેલી સામગ્રીને સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ શાળામાં જરૂરી મરામત અને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ પણ ઉઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande